કાળજું ચીરીને દેખાડી ગયો, પ્રેમ ઈશ્વર છે એ સમજાવી | ગુજરાતી કવિતા Vide

કાળજું ચીરીને દેખાડી ગયો, પ્રેમ ઈશ્વર છે એ સમજાવી ગયો. શબ્દથી કાયમ ભલે ના-ના કહે 'હા' હું એની આંખમાં પામી ગયો. આથી મોટો શું પુરાવો પ્રેમનો? દૂર બેસીને મને ચાહી ગયો. એ મને ક્યાં હારવા દે કોઈ'દી, એ ફક્ત ભ્રમણા હતી, હારી ગયો. એણે કીધું જીતી જઇશ તું પ્રશાંત, અડધી બાજી ત્યાંજ હું મારી ગયો. ...પ્રશાંત સોમાણી

People who shared love close

More like this

Trending Topic