સાચું કહેવાની આદત છે
સાદું રહેવાની આદત છે
જશ અપજશ જેવું નથી
સતત વહેવાની આદત છે
ગમો અણગમો શું વળી
ઝાઝું સહેવાની આદત છે
જરૂર પડે સામે ચાલી હારું
બાકી જીતવાની આદત છે
સસ્તું કે મોંઘું બંને પરવડે
સુખ વહેચવાની આદત છે
ગેરહાજરીની નોંધ લેવાય
એટલું મહેકવાની આદત છે
મહેફિલ ગમે ને ગમે એકાંત
એકલા ટહેલવાની આદત છે
જયકિશન દાણી
૧૪-૦૫-૨૦૨૪
©Jaykishan Dani
આદત છે....