Jaykishan Dani

Jaykishan Dani

  • Latest
  • Popular
  • Video

*****તારી યાદમાં***** આમ એકલા રહેવાની આદત નથી એટલે વિરહનું દરદ સહેવાની આદત નથી એટલે આ એકાંત ખૂબ પજવે છે અમને, શું કરીએ એકલા એકલા મહેકવાની આદત નથી એટલે પૂછ્યું અમને કેમ દેવદાસ બનીને ફરો છો કહ્યું એકલા ટહેલવાની આદત નથી એટલે બંધ દ્વાર જોઈને આમ અટક્યા શા માટે? દ્વાર જાતે ખોલવાની આદત નથી એટલે જયકિશન દાણી ©Jaykishan Dani

#શાયરી  *****તારી યાદમાં*****

આમ એકલા રહેવાની આદત નથી એટલે
વિરહનું દરદ સહેવાની આદત નથી એટલે

આ એકાંત ખૂબ પજવે છે અમને, શું કરીએ
એકલા એકલા મહેકવાની આદત નથી એટલે

પૂછ્યું અમને કેમ દેવદાસ બનીને ફરો છો
કહ્યું એકલા ટહેલવાની આદત નથી એટલે

બંધ દ્વાર જોઈને આમ અટક્યા શા માટે?
દ્વાર જાતે ખોલવાની આદત નથી એટલે

જયકિશન દાણી

©Jaykishan Dani

આદત નથી એટલે

12 Love

આ બધું શું થવા જઈ રહ્યું છે કરનાર જ આવું પૂછી રહ્યું છે ટોચે પહોંચવા ધમપછાડા કર્યા પણ એ ખ્વાબ જ સૂઈ રહ્યું છે પૂછો તો ય જવાબ મળશે નહીં મૌન ચૂપચાપ દરદ સહી રહ્યું છે મને દાખલાનો તાળો નથી મળતો દરેક અહીં જુદુજુદુ ગણી રહ્યું છે તૈયારી કરી વસંતના વધામણાંની ત્યાં દરેક ડાળે પુષ્પ ખરી રહ્યું છે જયકિશન દાણી ©Jaykishan Dani

#શાયરી  આ બધું શું થવા જઈ રહ્યું છે
કરનાર જ આવું પૂછી રહ્યું છે

ટોચે પહોંચવા ધમપછાડા કર્યા
પણ એ ખ્વાબ જ સૂઈ રહ્યું છે

પૂછો તો ય જવાબ મળશે નહીં
મૌન ચૂપચાપ દરદ સહી રહ્યું છે

મને દાખલાનો તાળો નથી મળતો
દરેક અહીં જુદુજુદુ ગણી રહ્યું છે

તૈયારી કરી વસંતના વધામણાંની
ત્યાં દરેક ડાળે પુષ્પ ખરી રહ્યું છે

જયકિશન દાણી

©Jaykishan Dani

રહ્યું છે

12 Love

એક પરિચિત વિશે લખવા બેઠો પછી કલ્પિત વિશે લખવા બેઠો એકપણ વાંક શોધી ના શક્યો એક શ્રાપિત વિશે લખવા બેઠો આંખમાં આંખ પોરવી, ના શક્યો એવા આશ્રિત વિશે લખવા બેઠો આ સાફળતાનું રહસ્ય જાણ્યું તેના નિમિત્ત વિશે લખવા બેઠો હું કોણ કેમ ને ક્યાંથી ખબર નથી આજે સિમિત વિશે લખવા બેઠો મર્યાદાના પાઠ શીખવ્યા જેણે તેવા સાત્વિક વિશે લખવા બેઠો કેટલુંક લખવાનું ભુલાઈ ગયું ફરી ગર્ભિત વિશે લખવા બેઠો જયકિશન દાણી 14-05-2024 ©Jaykishan Dani

#શાયરી  એક પરિચિત વિશે લખવા બેઠો
પછી કલ્પિત  વિશે લખવા બેઠો

એકપણ વાંક શોધી ના શક્યો
એક શ્રાપિત વિશે લખવા બેઠો

આંખમાં આંખ પોરવી, ના શક્યો
એવા આશ્રિત વિશે લખવા બેઠો

આ સાફળતાનું રહસ્ય જાણ્યું
તેના નિમિત્ત વિશે લખવા બેઠો

હું કોણ કેમ ને ક્યાંથી ખબર નથી
આજે સિમિત વિશે લખવા બેઠો

મર્યાદાના પાઠ શીખવ્યા જેણે 
તેવા સાત્વિક વિશે  લખવા બેઠો

કેટલુંક લખવાનું ભુલાઈ ગયું
ફરી ગર્ભિત વિશે લખવા બેઠો

જયકિશન દાણી
14-05-2024

©Jaykishan Dani

લખવા બેઠો

11 Love

સાચું કહેવાની આદત છે સાદું રહેવાની આદત છે જશ અપજશ જેવું નથી સતત વહેવાની આદત છે ગમો અણગમો શું વળી ઝાઝું સહેવાની આદત છે જરૂર પડે સામે ચાલી હારું બાકી જીતવાની આદત છે સસ્તું કે મોંઘું બંને પરવડે સુખ વહેચવાની આદત છે ગેરહાજરીની નોંધ લેવાય એટલું મહેકવાની આદત છે મહેફિલ ગમે ને ગમે એકાંત એકલા ટહેલવાની આદત છે જયકિશન દાણી ૧૪-૦૫-૨૦૨૪ ©Jaykishan Dani

#શાયરી  સાચું કહેવાની આદત છે
સાદું રહેવાની  આદત છે

જશ અપજશ જેવું નથી
સતત વહેવાની આદત છે

ગમો  અણગમો શું  વળી
ઝાઝું સહેવાની આદત છે

જરૂર પડે સામે ચાલી હારું
બાકી જીતવાની આદત છે

સસ્તું કે  મોંઘું બંને  પરવડે 
સુખ વહેચવાની આદત  છે

ગેરહાજરીની  નોંધ લેવાય 
એટલું મહેકવાની આદત છે

મહેફિલ ગમે ને ગમે એકાંત 
એકલા ટહેલવાની આદત છે

જયકિશન દાણી
૧૪-૦૫-૨૦૨૪

©Jaykishan Dani

આદત છે....

10 Love

***ભૂલચૂક લેવી દેવી*** કરીએ હિસાબ પછી ભૂલચૂક લેવી દેવી હટાવો નકાબ પછી ભૂલચૂક લેવી દેવી અત્યારે છો ભાનમાં, એટલે બરાબર ઉપાડો શરાબ પછી ભૂલચૂક લેવી દેવી બંધ પડીકું છે ક્યાં ખબર પડવાની? નીકળે ખરાબ પછી ભૂલચૂક લેવી દેવી પહેલો ઘા પરમેશ્વરનો માનીને ચાલવું દેખાડો રુઆબ પછી ભૂલચૂક લેવી દેવી પૂછો તમારે પૂછવા હોય તેટલા સવાલ આપ્યા જવાબ પછી ભૂલચૂક લેવી દેવી જયકિશન દાણી ૧૩-૦૫-૨૦૨૪ ©Jaykishan Dani

#વિચારો  ***ભૂલચૂક લેવી દેવી***

કરીએ હિસાબ પછી ભૂલચૂક લેવી દેવી
હટાવો નકાબ પછી ભૂલચૂક લેવી દેવી

અત્યારે છો ભાનમાં, એટલે બરાબર
ઉપાડો શરાબ પછી ભૂલચૂક લેવી દેવી

બંધ પડીકું છે ક્યાં ખબર પડવાની?
નીકળે ખરાબ પછી ભૂલચૂક લેવી દેવી

પહેલો ઘા પરમેશ્વરનો માનીને ચાલવું
દેખાડો રુઆબ પછી ભૂલચૂક લેવી દેવી

પૂછો તમારે પૂછવા હોય તેટલા સવાલ
આપ્યા જવાબ પછી ભૂલચૂક લેવી દેવી

જયકિશન દાણી
૧૩-૦૫-૨૦૨૪

©Jaykishan Dani

ભૂલચૂક લેવી દેવી

11 Love

અમારી પાસે પૂછેલા દરેક સવાલના જવાબ છે અમારી પાસે પહોંચીશું મંજિલે એવા ખ્વાબ છે અમારી પાસે નથી કિનારાના માણસ અમે, મધદરિયે તરિશું પુરુષાર્થ નામનો એક નવાબ છે અમારી પાસે હાર કે જીત વિશે લાંબુ વિચારવાનો સમય નથી છે કરેલા કર્મ અને તેના સવાબ છે અમારી પાસે ને આ જ્ઞાનની વાતો અમથા નથી કરતા અમે વડીલો પાસેથી મળેલી કિતાબ છે અમારી પાસે નથી અભિમાન પણ હા ગર્વ તો રહેશે કાયમ કારણ છે, ને કારણનો રૂઆબ છે અમારી પાસે જયકિશન દાણી ૧૧-૦૫-૨૦૨૪ ©Jaykishan Dani

#શાયરી  અમારી પાસે

પૂછેલા દરેક સવાલના જવાબ છે અમારી પાસે
પહોંચીશું મંજિલે એવા ખ્વાબ છે અમારી પાસે

નથી કિનારાના માણસ અમે, મધદરિયે તરિશું
પુરુષાર્થ નામનો એક નવાબ છે અમારી પાસે

હાર કે જીત વિશે લાંબુ વિચારવાનો સમય નથી
છે કરેલા કર્મ અને તેના સવાબ છે અમારી પાસે

ને આ જ્ઞાનની વાતો અમથા નથી કરતા અમે
વડીલો પાસેથી મળેલી કિતાબ છે અમારી પાસે

નથી અભિમાન પણ હા ગર્વ તો રહેશે કાયમ
કારણ છે, ને કારણનો રૂઆબ છે અમારી પાસે

જયકિશન દાણી
૧૧-૦૫-૨૦૨૪

©Jaykishan Dani

અમારી પાસે

8 Love

Trending Topic