અંતરના દ્વાર બંધ છે બાકી બધું બરાબર છે ભક્ત બધા અં | ગુજરાતી શાયરી અને

"અંતરના દ્વાર બંધ છે બાકી બધું બરાબર છે ભક્ત બધા અંધ છે બાકી બધું બરાબર છે એકાદ સિંહ પણ શોધવો મુશ્કેલ છે અહીંયા ઘેટાંના ટોળાનો સંઘ છે બાકી બધું બરાબર છે વાસ્તવિકતાથી તો જોજન દૂર જતા રહ્યા છે ખ્વાબ ને તરંગ છે બાકી બધું બરાબર છે નકાબની પાછળ પણ બીજા બે નકાબ છે જિંદગી જાણે વ્યંગ છે બાકી બધું બરાબર છે સાત સમંદર પાર ઉડીને જવાની ઈચ્છા હતી તેની પિંજરમાં બંધાયેલ પંખ છે બાકી બધું બરાબર છે સોંદર્ય પ્રસાધનોની કમાલ છે ચળકાટ પાછળ ચહેરો તંગ ને હૃદય ભંગ છે બાકી બધું બરાબર છે વાતાનુકૂલિત કક્ષમાં સૂતા છે મહાશય, ને ઉકળાટ અંગેઅંગ છે બાકી બધું બરાબર છે જયકિશન દાણી ૨૧-૦૮-૨૦૨૪ ©Jaykishan Dani"

 અંતરના દ્વાર બંધ છે બાકી બધું બરાબર છે
ભક્ત બધા અંધ છે બાકી બધું બરાબર છે

એકાદ સિંહ પણ શોધવો મુશ્કેલ છે અહીંયા
ઘેટાંના ટોળાનો સંઘ છે બાકી બધું બરાબર છે

વાસ્તવિકતાથી તો જોજન દૂર જતા રહ્યા
છે ખ્વાબ ને તરંગ છે બાકી બધું બરાબર છે

નકાબની પાછળ પણ બીજા બે નકાબ છે
જિંદગી જાણે વ્યંગ છે બાકી બધું બરાબર છે

સાત સમંદર પાર ઉડીને જવાની ઈચ્છા હતી તેની 
પિંજરમાં બંધાયેલ પંખ છે બાકી બધું બરાબર છે

સોંદર્ય પ્રસાધનોની કમાલ છે ચળકાટ પાછળ
ચહેરો તંગ ને હૃદય ભંગ છે બાકી બધું બરાબર છે

વાતાનુકૂલિત કક્ષમાં સૂતા છે મહાશય, ને
ઉકળાટ અંગેઅંગ છે બાકી બધું બરાબર છે

જયકિશન દાણી
૨૧-૦૮-૨૦૨૪

©Jaykishan Dani

અંતરના દ્વાર બંધ છે બાકી બધું બરાબર છે ભક્ત બધા અંધ છે બાકી બધું બરાબર છે એકાદ સિંહ પણ શોધવો મુશ્કેલ છે અહીંયા ઘેટાંના ટોળાનો સંઘ છે બાકી બધું બરાબર છે વાસ્તવિકતાથી તો જોજન દૂર જતા રહ્યા છે ખ્વાબ ને તરંગ છે બાકી બધું બરાબર છે નકાબની પાછળ પણ બીજા બે નકાબ છે જિંદગી જાણે વ્યંગ છે બાકી બધું બરાબર છે સાત સમંદર પાર ઉડીને જવાની ઈચ્છા હતી તેની પિંજરમાં બંધાયેલ પંખ છે બાકી બધું બરાબર છે સોંદર્ય પ્રસાધનોની કમાલ છે ચળકાટ પાછળ ચહેરો તંગ ને હૃદય ભંગ છે બાકી બધું બરાબર છે વાતાનુકૂલિત કક્ષમાં સૂતા છે મહાશય, ને ઉકળાટ અંગેઅંગ છે બાકી બધું બરાબર છે જયકિશન દાણી ૨૧-૦૮-૨૦૨૪ ©Jaykishan Dani

#citylife

People who shared love close

More like this

Trending Topic