તું પ્રાણ વાયુ પ્રેમ નો, તું વ્યાન થી સંસાર છે તુ | ગુજરાતી Poetry

"તું પ્રાણ વાયુ પ્રેમ નો, તું વ્યાન થી સંસાર છે તું શબ્દ થી ઉદાન ભરતો , તું સમાન-અપાન છે                                    એકૈક કણ કણે રંજકે, તું જગત જઠરે પાચકે  આ-લોચને આલોચકે, હર રોમ રોમે ભ્રાજકે  તું હૃદય વસતો સાધકે, મારા હૃદય વસજે સાધકે અવલંબકે ઉરે ઉરે, મહામાશયે તું કલેદકે  જોડાણ કરજે શ્લેષકે, આસ્વાદ બનજે બોધકે તું સ્નેહ કેરો તર્પકે, સર સ્નેહ થી તું તર્પજે તું મોહ માયા મન તણો, તું આતમા નો ત્યાગ છે  છે બુદ્ધિ સ્મૃતિ ધી ધણી ને ધૈર્ય રૂપ પ્રકાશ તું  તું આઠમી ધાતુ છે મારાં ઓજ નો'ય સાર છે છે સત્વ સહુના સત્વ નો, અષ્ટાંગ મધ્યે ધ્યાન તું તું સમાધિ તું અનાદિ તું અનંત અપાર છે છે સર્વેસર્વા શ્વાસ મારા, પ્રાણ મારા, પ્રેમ તું  તું જીવ છે સવ જીવ હાટુ, જીવ કેરો સાર છે છે બ્રહ્મ રૂપ શ્રી હરિ હર ચિદાનંદ સજાણ તું તું ચેતના તું કાળ તું અવકાશ તું આકાશ છે છે સાવ કાળો કાનજી, મારા મન ના માધવરાયજી                                મારા મન ના ગોવિંદરાયજી ©Dhruv Solanki"

 તું પ્રાણ વાયુ પ્રેમ નો, તું વ્યાન થી સંસાર છે

તું શબ્દ થી ઉદાન ભરતો , તું સમાન-અપાન છે

                                  

એકૈક કણ કણે રંજકે, તું જગત જઠરે પાચકે 

આ-લોચને આલોચકે, હર રોમ રોમે ભ્રાજકે 

તું હૃદય વસતો સાધકે,

મારા હૃદય વસજે સાધકે


અવલંબકે ઉરે ઉરે, મહામાશયે તું કલેદકે 

જોડાણ કરજે શ્લેષકે, આસ્વાદ બનજે બોધકે

તું સ્નેહ કેરો તર્પકે,

સર સ્નેહ થી તું તર્પજે 


તું મોહ માયા મન તણો, તું આતમા નો ત્યાગ છે 

છે બુદ્ધિ સ્મૃતિ ધી ધણી ને ધૈર્ય રૂપ પ્રકાશ તું 

તું આઠમી ધાતુ છે મારાં ઓજ નો'ય સાર છે

છે સત્વ સહુના સત્વ નો, અષ્ટાંગ મધ્યે ધ્યાન તું

તું સમાધિ તું અનાદિ તું અનંત અપાર છે

છે સર્વેસર્વા શ્વાસ મારા, પ્રાણ મારા, પ્રેમ તું 

તું જીવ છે સવ જીવ હાટુ, જીવ કેરો સાર છે

છે બ્રહ્મ રૂપ શ્રી હરિ હર ચિદાનંદ સજાણ તું

તું ચેતના તું કાળ તું અવકાશ તું આકાશ છે

છે સાવ કાળો કાનજી, મારા મન ના માધવરાયજી

                               મારા મન ના ગોવિંદરાયજી

©Dhruv Solanki

તું પ્રાણ વાયુ પ્રેમ નો, તું વ્યાન થી સંસાર છે તું શબ્દ થી ઉદાન ભરતો , તું સમાન-અપાન છે                                    એકૈક કણ કણે રંજકે, તું જગત જઠરે પાચકે  આ-લોચને આલોચકે, હર રોમ રોમે ભ્રાજકે  તું હૃદય વસતો સાધકે, મારા હૃદય વસજે સાધકે અવલંબકે ઉરે ઉરે, મહામાશયે તું કલેદકે  જોડાણ કરજે શ્લેષકે, આસ્વાદ બનજે બોધકે તું સ્નેહ કેરો તર્પકે, સર સ્નેહ થી તું તર્પજે તું મોહ માયા મન તણો, તું આતમા નો ત્યાગ છે  છે બુદ્ધિ સ્મૃતિ ધી ધણી ને ધૈર્ય રૂપ પ્રકાશ તું  તું આઠમી ધાતુ છે મારાં ઓજ નો'ય સાર છે છે સત્વ સહુના સત્વ નો, અષ્ટાંગ મધ્યે ધ્યાન તું તું સમાધિ તું અનાદિ તું અનંત અપાર છે છે સર્વેસર્વા શ્વાસ મારા, પ્રાણ મારા, પ્રેમ તું  તું જીવ છે સવ જીવ હાટુ, જીવ કેરો સાર છે છે બ્રહ્મ રૂપ શ્રી હરિ હર ચિદાનંદ સજાણ તું તું ચેતના તું કાળ તું અવકાશ તું આકાશ છે છે સાવ કાળો કાનજી, મારા મન ના માધવરાયજી                                મારા મન ના ગોવિંદરાયજી ©Dhruv Solanki

#yogaday

People who shared love close

More like this

Trending Topic