Dhruv Solanki

Dhruv Solanki

  • Latest
  • Popular
  • Video

White હું વિન્ધ્ય ની પાળે બેસીસ તું રેવા ની ધારે આવજે, હું વર્ષો થી તરસ્યો રહીશ તું એક જ ઘૂટે ધરાવજે. હું બેઠેલો હોઈશ તું હર્ષ ની હેલી લાવજે, મારા મન-મેલ ધોઈ આતમ માં ભીંજાવજે હું ત્યાં જ હોઈશ તું સ્પર્શ ની લ્હેરખી લાવજે, હું કુવા નો માણહ તું ઝરણાં થી મલાવજે હું બેઠેલો જ હોઈશ તું શૌર્ય નો સુરજ લાવજે, ને અંતરકપાટ માં પ્રકાશ-પુંજ રેલાવજે હું ત્યાં જ હોઈશ તું ધરતી માં ઢાળ લાવજે, જનમ થી આળસુ છું જરા શક્તિ-સંચાર કરાવજે હું પોહ્ચી ને ક્યાં પોહ્ચીશ તું છેલ્લે આકાશ બની ને આવજે તું પરમેશ્વર, હું પૂજ્યા કરીશ તું હૈયે ૐકાર ગુંજાવજે ©Dhruv Solanki

#gujarati #gujarat #kavita #Night  White હું વિન્ધ્ય ની પાળે બેસીસ
તું રેવા ની ધારે આવજે,
હું વર્ષો થી તરસ્યો રહીશ
તું એક જ ઘૂટે ધરાવજે.

હું બેઠેલો હોઈશ
તું હર્ષ ની હેલી લાવજે,
મારા મન-મેલ ધોઈ
આતમ માં ભીંજાવજે

હું ત્યાં જ હોઈશ
તું સ્પર્શ ની લ્હેરખી લાવજે,
હું કુવા નો માણહ
તું ઝરણાં થી મલાવજે

હું બેઠેલો જ હોઈશ
તું શૌર્ય નો સુરજ લાવજે,
ને અંતરકપાટ માં
પ્રકાશ-પુંજ રેલાવજે

હું ત્યાં જ હોઈશ
તું ધરતી માં ઢાળ લાવજે,
જનમ થી આળસુ છું 
જરા શક્તિ-સંચાર કરાવજે

 હું પોહ્ચી ને ક્યાં પોહ્ચીશ
તું છેલ્લે આકાશ બની ને આવજે
તું પરમેશ્વર, હું પૂજ્યા કરીશ
તું હૈયે ૐકાર ગુંજાવજે

©Dhruv Solanki

Nature Quotes કુણપગંધી વાતો બાળી, હવે ચંદન ઘોળી નાખ્યા રે... આયુર્વેદ ના આસ્વાદે મુજ મિજાજ બદલી નાખ્યા રે... ©Dhruv Solanki

#NatureQuotes #ayurveda #love❤ #Quotes #follow  Nature Quotes કુણપગંધી વાતો બાળી, હવે ચંદન ઘોળી નાખ્યા રે...

આયુર્વેદ ના આસ્વાદે મુજ મિજાજ બદલી નાખ્યા રે...

©Dhruv Solanki

આજ મળ્યા ને ત્રણ વરસ થયાં હવે, ચોથું સાલ મુબારક ! મારી મંઝિલે હું પહોંચી ગયો છતાંય, એ રાહ મુબારક ! બધા માં ભળી ને પોતાને પામ્યો હોઉં, એટલા તાસ મુબારક ! જેટલાં બાકી વધ્યા હોય એટલા, મને વ્હાલ મુબારક ! અડોઅડ રહી પણ સ્પર્શી ના શક્યા, એ બધા રાઝ મુબારક ! ભીંજાયા પછી પણ કોરા રહ્યા હોય, તો ભાગ મુબારક ! દા'ડે આવી હોય ને હાંજેય આવી હોય, તો એ યાદ મુબારક ! આંસુ વહી ને તકિયા'ય પલળ્યા હોય, બધી રાત મુબારક ! દિવસો તો સારા જ જાય છે રોજ, મન ને રોજમોજ મુબારક ! કામ સુખ સહુ માણી લીધા બસ, હવેથી મોક્ષ મુબારક ! ધ્રુવ ! કવિતા તો લખાતી રેશે, તને તારો જ સાર મુબારક ! ધ્યેય ભુલાઈ નય કદી, બસ એટલી જ વાત મુબારક ! ©Dhruv Solanki

#gujarati #snowpark #kavita #Poet  આજ મળ્યા ને ત્રણ વરસ થયાં હવે, ચોથું સાલ મુબારક !
મારી મંઝિલે હું પહોંચી ગયો છતાંય, એ રાહ મુબારક !

બધા માં ભળી ને પોતાને પામ્યો હોઉં, એટલા તાસ મુબારક !
જેટલાં બાકી વધ્યા હોય એટલા, મને વ્હાલ મુબારક !

અડોઅડ રહી પણ સ્પર્શી ના શક્યા, એ બધા રાઝ મુબારક !
ભીંજાયા પછી પણ કોરા રહ્યા હોય, તો ભાગ મુબારક !

દા'ડે આવી હોય ને હાંજેય આવી હોય, તો એ યાદ મુબારક !
આંસુ વહી ને તકિયા'ય પલળ્યા હોય, બધી રાત મુબારક !

દિવસો તો સારા જ જાય છે રોજ, મન ને રોજમોજ મુબારક !
કામ સુખ સહુ માણી લીધા બસ, હવેથી મોક્ષ મુબારક !
 
ધ્રુવ ! કવિતા તો લખાતી રેશે, તને તારો જ સાર મુબારક !
ધ્યેય ભુલાઈ નય કદી, બસ એટલી જ વાત મુબારક !

©Dhruv Solanki

હું પ્રેમ પુંજ પ્રકાશ નો તું સત્ય જ્યોતિ જ્ઞાન ની હું ત્યાગ તપ ઉપાસના તું કર્મ કરુણા ધ્યાનલિન હું સહજ સ્વલ્પ સમાનતા તું નીતિ નિષ્ઠા નિયતિ હું ધર્મ અર્થ કામ મય તું મોક્ષ માર્ગ ધામ-નિજ હું 'પુરુષ' પિંગળ શિવ તું આધ્ય-શક્તિ પ્રકૃતિજ ©Dhruv Solanki

#Huanemarivato❤️ #Ardhanareeshwara #happypromiseday #ValentineDay #gujarati  હું પ્રેમ પુંજ પ્રકાશ નો
તું સત્ય જ્યોતિ જ્ઞાન ની

હું ત્યાગ તપ ઉપાસના
તું કર્મ કરુણા ધ્યાનલિન

હું સહજ સ્વલ્પ સમાનતા
તું નીતિ નિષ્ઠા નિયતિ

હું ધર્મ અર્થ કામ મય
તું મોક્ષ માર્ગ ધામ-નિજ

હું 'પુરુષ' પિંગળ શિવ
તું આધ્ય-શક્તિ પ્રકૃતિજ

©Dhruv Solanki

તું પ્રાણ વાયુ પ્રેમ નો, તું વ્યાન થી સંસાર છે તું શબ્દ થી ઉદાન ભરતો , તું સમાન-અપાન છે                                    એકૈક કણ કણે રંજકે, તું જગત જઠરે પાચકે  આ-લોચને આલોચકે, હર રોમ રોમે ભ્રાજકે  તું હૃદય વસતો સાધકે, મારા હૃદય વસજે સાધકે અવલંબકે ઉરે ઉરે, મહામાશયે તું કલેદકે  જોડાણ કરજે શ્લેષકે, આસ્વાદ બનજે બોધકે તું સ્નેહ કેરો તર્પકે, સર સ્નેહ થી તું તર્પજે તું મોહ માયા મન તણો, તું આતમા નો ત્યાગ છે  છે બુદ્ધિ સ્મૃતિ ધી ધણી ને ધૈર્ય રૂપ પ્રકાશ તું  તું આઠમી ધાતુ છે મારાં ઓજ નો'ય સાર છે છે સત્વ સહુના સત્વ નો, અષ્ટાંગ મધ્યે ધ્યાન તું તું સમાધિ તું અનાદિ તું અનંત અપાર છે છે સર્વેસર્વા શ્વાસ મારા, પ્રાણ મારા, પ્રેમ તું  તું જીવ છે સવ જીવ હાટુ, જીવ કેરો સાર છે છે બ્રહ્મ રૂપ શ્રી હરિ હર ચિદાનંદ સજાણ તું તું ચેતના તું કાળ તું અવકાશ તું આકાશ છે છે સાવ કાળો કાનજી, મારા મન ના માધવરાયજી                                મારા મન ના ગોવિંદરાયજી ©Dhruv Solanki

#yogaday  તું પ્રાણ વાયુ પ્રેમ નો, તું વ્યાન થી સંસાર છે

તું શબ્દ થી ઉદાન ભરતો , તું સમાન-અપાન છે

                                  

એકૈક કણ કણે રંજકે, તું જગત જઠરે પાચકે 

આ-લોચને આલોચકે, હર રોમ રોમે ભ્રાજકે 

તું હૃદય વસતો સાધકે,

મારા હૃદય વસજે સાધકે


અવલંબકે ઉરે ઉરે, મહામાશયે તું કલેદકે 

જોડાણ કરજે શ્લેષકે, આસ્વાદ બનજે બોધકે

તું સ્નેહ કેરો તર્પકે,

સર સ્નેહ થી તું તર્પજે 


તું મોહ માયા મન તણો, તું આતમા નો ત્યાગ છે 

છે બુદ્ધિ સ્મૃતિ ધી ધણી ને ધૈર્ય રૂપ પ્રકાશ તું 

તું આઠમી ધાતુ છે મારાં ઓજ નો'ય સાર છે

છે સત્વ સહુના સત્વ નો, અષ્ટાંગ મધ્યે ધ્યાન તું

તું સમાધિ તું અનાદિ તું અનંત અપાર છે

છે સર્વેસર્વા શ્વાસ મારા, પ્રાણ મારા, પ્રેમ તું 

તું જીવ છે સવ જીવ હાટુ, જીવ કેરો સાર છે

છે બ્રહ્મ રૂપ શ્રી હરિ હર ચિદાનંદ સજાણ તું

તું ચેતના તું કાળ તું અવકાશ તું આકાશ છે

છે સાવ કાળો કાનજી, મારા મન ના માધવરાયજી

                               મારા મન ના ગોવિંદરાયજી

©Dhruv Solanki

#yogaday

11 Love

Trending Topic