Jay Trivedi

Jay Trivedi Lives in Ahmedabad, Gujarat, India

Poet, Writer & Singer.

www.mrtrivedi.wordpress.com

  • Latest
  • Popular
  • Video

પ્રેમની ઈચ્છા કે ઈચ્છાઓ ની કામના? માણવાની મજા કે પામવા ના ઓરતા? મન એ મહેચ્છાઓ ના પાળ્યા છે પોટલા, આસમાન ને આંબવા આવ્યા છે દોડતા. અચરજ નહિ સાગર ના સેંજળ ખુટયે પણ, માણસ ના કોઈ દી પણ ના ખુટે છે ઓરતા.  કામનાઓ ની છે વાસના તો પ્રેમ નું નામ કેમ? પ્રેમ માં તો 'રુદ્ર' હોય બસ ન્યોછાવર ની ભાવના.  - જય ત્રિવેદી ("રુદ્ર") ©Jay Trivedi

#શાયરી #mr_trivedi  પ્રેમની ઈચ્છા કે ઈચ્છાઓ ની કામના?

માણવાની મજા કે પામવા ના ઓરતા?


મન એ મહેચ્છાઓ ના પાળ્યા છે પોટલા,

આસમાન ને આંબવા આવ્યા છે દોડતા.


અચરજ નહિ સાગર ના સેંજળ ખુટયે પણ,

માણસ ના કોઈ દી પણ ના ખુટે છે ઓરતા. 


કામનાઓ ની છે વાસના તો પ્રેમ નું નામ કેમ?

પ્રેમ માં તો 'રુદ્ર' હોય બસ ન્યોછાવર ની ભાવના. 


- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi

#Love #mr_trivedi

13 Love

પાંપણ ને ફૂટી પાંખ ને આંખે સપના જોયા હજાર,'રુદ્ર' ખરતી પાંપણને જોઈ આંખ ને શું આંસુ આવશે મજાર? - જય ત્રિવેદી ("રુદ્ર") ©Jay Trivedi

 પાંપણ ને ફૂટી પાંખ ને આંખે સપના જોયા હજાર,'રુદ્ર'
ખરતી પાંપણને જોઈ આંખ ને શું આંસુ આવશે મજાર?

- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi

#સપના #શાયરી #Mr_Trivedi #Original

16 Love

#શાયરી #mr_trivedi #Original #tension  ચિંતાતુર મનડા માં વિચારોના ચકડોળ,
ચકરાવે ચડ્યા છો તો વાંચો આ બોલ.
વીતી ચુક્યાને વારંવાર ન ખંગોળ,
'રુદ્ર' કાલની ચિંતા માં આજ ન રંધોળ.

- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi
#વિચારો #myexperiences #compassion #Truth #RuDra  અંતરમન માં સત્ય ના ભાવ થી વાસ્તવિક સત્ય ની અનુભૂતિ કરી શકાય છે. સત્ય ની અનુભૂતિ થી મન તેની ભ્રાંતિઓ અને માયાજાળ થી અવગત થાય છે. સત્ય ના સ્વીકાર થી આ મન માયા થી મુક્ત થાય છે અને માયામુક્ત મન માં જ પ્રેમ નો સંચાર સંભવ છે. પ્રેમ સાધના સ્વરૂપ છે. નિર્દોષ છે. બંધનો થી મુક્ત છે અને એવા પ્રેમ ની અનુભૂતિ થી અંતરમન પ્રેમમય બને છે. સંસાર ને નિહાળવાનો નવો અભિગમ અંતરમન ની અંદર જન્મ લે છે. પોતે સમગ્ર સંસાર થી પૃથક નથી એ સત્ય સમજાય છે. આ સમગ્ર સંસાર જ્યારે પોતીકો લાગવા લાગે ત્યારે મન કરુણા ને જન્મ દે છે. કરુણાથી સહયોગ ની ભાવનાઓ જાગે છે અને સહયોગ ની ભાવનાથી સમગ્ર સંસાર નું હીત અને કલ્યાણ થાય છે. કરુણામય હૃદય થી કરેલા કર્મો સુખ ની પ્રાપ્તિ કરાવે છે. એ સુખ મન ને તૃપ્તિ અને શાંતિ નો અનુભવ કરાવે છે. એ સુખ નશ્વર નથી, માયા નથી. શાંત અને તૃપ્ત મન પોતાના આરાધ્ય થી એકિકાર નો અનુભવ કરે છે અને મન જીવતે જીવત મોક્ષ નો અનુભવ કરે છે.

- મારા અનુભવો

©Jay Trivedi

Sad love quotes in Hindi ચરિત્ર ન પુજે કોઈ, સૌ છે પૈસા ના દાસ 'રુદ્ર', બિલ્લીઓ બધી હજ કરેને, કુતરા બને મજાક! - જય ત્રિવેદી ('રુદ્ર') ©Jay Trivedi

#શાયરી #મજાક  Sad love quotes in Hindi ચરિત્ર ન પુજે કોઈ, સૌ છે પૈસા ના દાસ 'રુદ્ર',
બિલ્લીઓ બધી હજ કરેને, કુતરા બને મજાક!

- જય ત્રિવેદી ('રુદ્ર')

©Jay Trivedi

"ચમત્કાર..." આનંદ થી અંતર ઉભરાય ત્યારે, રાસ કરવા મારો શ્યામ જાગે છે! તમસ કેરું વિષ પીવાને ટાણે, અંતર માં નીલકંઠ નો સાદ વાગે છે! સમજું ઘણું પણ, એના સીમાડા ક્યાં? ઓચિંતાજ ક્યારેક માં સરસ્વતી નો અજવાસ લાગે છે! સ્વાર્થી અને નિર્દય આ પાષાણ હૃદય ને રોકવા, તત્ક્ષણજ કરુણાનિધાન નો સાદ વાગે છે! ત્યાગ અને પરોપકાર જ્યારે ક્ષીણ થવા લાગે, તો ત્યારે મારો અંતર માનો રામ જાગે છે! લોકો પૂછે કે આસ્તિક થઈ શું પામ્યા 'રુદ્ર'? ત્યારે વિચારી આ વાતો, પરમેશ્વર નો ચમત્કાર લાગે છે! - જય ત્રિવેદી ("રુદ્ર") ©Jay Trivedi

#ચમત્કાર #શાયરી #mr_trivedi #Original #Miracle  "ચમત્કાર..."

આનંદ થી અંતર ઉભરાય ત્યારે,
રાસ કરવા મારો શ્યામ જાગે છે!

તમસ કેરું વિષ પીવાને ટાણે,
અંતર માં નીલકંઠ નો સાદ વાગે છે!

સમજું ઘણું પણ, એના સીમાડા ક્યાં?
ઓચિંતાજ ક્યારેક માં સરસ્વતી નો અજવાસ લાગે છે!

સ્વાર્થી અને નિર્દય આ પાષાણ હૃદય ને રોકવા,
તત્ક્ષણજ કરુણાનિધાન નો સાદ વાગે છે!

ત્યાગ અને પરોપકાર જ્યારે ક્ષીણ થવા લાગે,
તો ત્યારે મારો અંતર માનો રામ જાગે છે!

લોકો પૂછે કે આસ્તિક થઈ શું પામ્યા 'રુદ્ર'?
ત્યારે વિચારી આ વાતો, પરમેશ્વર નો ચમત્કાર લાગે છે!

- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi
Trending Topic