Kishan Patel

Kishan Patel

લખવાનો શોખ છે... મનમાં આવેલા વિચારો રજૂ કરું છું... મારું જીવન પણ ખળખળ વહેતાં નીર જેવું છે... સરળ... જીવન જીવવાનો મોકો મળ્યો છે કેમ જવા દઉં....??

  • Latest
  • Popular
  • Video

છંદ :- મંદાક્રાંતા. ગણ :- મ ભ ન ત ત ગાગા બંધારણ :- ગાગાગા ગાલલ લલલ ગાગાલ ગાગાલ ગાગા. અક્ષર :- 17 શીર્ષક :- "તમે છો!" આંખોમાં જો ભરું છું હું બની આંસુ વહ્યા તમે છો ! બંધાણી છે પ્રિત હ્રદયથી પ્રેમ ચૂક્યા તમે છો ! સ્વપ્નો વણ્યા ખબર જ હતી કે ખરા ક્યાં થવાના ? બંધાયા છે હૃદય હ્રદયે માત્ર છૂટયા તમે છો ! થોભી જા ને સમય હજુ તો માણવી જીંદગીને , છોડી દો ને નફરત હવે આજ હસ્યા તમે છો ! ખોટા હસ્યાં દરદ દિલના એક ખૂણે દબાવી , વારે વારે સમરું તમને આમ મળ્યા તમે છો ! આ શબ્દોની અસર પણ તો ક્યાં થશે પથ્થરોને , જીવી રહ્યાં તમ વગરને યાદ આવ્યાં તમે છો ! કિશન પટેલ "સ્વપ્ન રાહ" સુરત. ©Kishan Patel

#શાયરી  છંદ :- મંદાક્રાંતા.
ગણ :- મ ભ ન ત ત ગાગા
બંધારણ :- ગાગાગા ગાલલ લલલ ગાગાલ ગાગાલ ગાગા.
અક્ષર :- 17

શીર્ષક :- "તમે છો!"

આંખોમાં જો ભરું છું હું બની આંસુ વહ્યા તમે છો !
બંધાણી છે પ્રિત હ્રદયથી પ્રેમ ચૂક્યા તમે છો !

સ્વપ્નો વણ્યા ખબર જ હતી કે ખરા ક્યાં થવાના ?
બંધાયા છે હૃદય હ્રદયે માત્ર છૂટયા તમે છો !

થોભી જા ને સમય હજુ તો માણવી જીંદગીને ,
છોડી દો ને નફરત હવે આજ હસ્યા તમે છો !

ખોટા હસ્યાં દરદ દિલના એક ખૂણે દબાવી ,
વારે વારે સમરું તમને આમ મળ્યા તમે છો ! 

આ શબ્દોની અસર પણ તો ક્યાં થશે પથ્થરોને ,
જીવી રહ્યાં તમ વગરને યાદ આવ્યાં તમે છો !

 

કિશન પટેલ "સ્વપ્ન રાહ"

સુરત.

©Kishan Patel

તમે છો #Love @Selvina Khristi

7 Love

"પ્રેમનું ઝરણું" એક પ્રેમનું ઝરણું મુજ સાગરમાં સંતાઈ ગયું , વરસાદનું એક બુંદ આ ધરતીમાં સમાઈ ગયું ! વહેતી રહે છે પ્રેમની ધારા હ્રદયની ભીતરમાં , પ્રેમ અને નફરત એમ બે માર્ગમાં ફંટાઈ ગયું ! આગ એવી લાગી છે; બંને તરફ અહીં પ્રેમની , એકરાર કર્યો મેં અને હ્રદય એમનું ફસાઈ ગયું ! શમણાંઓ જોઉં છું હું એમની સાથે રહેવાના , અને એક શમણું એની નજરથી જોવાઈ ગયું ! હવે, એવું લાગે છે કે હું અને તે એકજ છીએ , ને પોતાનું અસ્તિત્વ જાણે ક્યાંક ખોવાઈ ગયું ! એક રાહ જોઈ સ્વપ્નની દુનિયા વસાવવાની , અંતે એક આંસુનું ટીપું પાંપણથી રોકાઈ ગયું ! કિશન પટેલ "સ્વપ્ન રાહ". સુરત...

#પ્રેમનું  "પ્રેમનું ઝરણું"


એક પ્રેમનું ઝરણું મુજ સાગરમાં સંતાઈ ગયું ,
વરસાદનું એક બુંદ આ ધરતીમાં સમાઈ ગયું !

વહેતી રહે છે પ્રેમની ધારા હ્રદયની ભીતરમાં ,
પ્રેમ અને નફરત એમ બે માર્ગમાં ફંટાઈ ગયું !

આગ એવી લાગી છે; બંને તરફ અહીં પ્રેમની ,
એકરાર કર્યો મેં અને હ્રદય એમનું ફસાઈ ગયું !

શમણાંઓ જોઉં છું હું એમની સાથે રહેવાના ,
અને એક શમણું એની નજરથી જોવાઈ ગયું !

હવે, એવું લાગે છે કે હું અને તે એકજ છીએ ,
ને પોતાનું અસ્તિત્વ જાણે ક્યાંક ખોવાઈ ગયું !

એક રાહ જોઈ સ્વપ્નની દુનિયા વસાવવાની ,
અંતે એક આંસુનું ટીપું પાંપણથી રોકાઈ ગયું !


કિશન પટેલ "સ્વપ્ન રાહ".

સુરત...

#પ્રેમનું ઝરણું

11 Love

"मोहब्बत" ऐ खुदा, आज भी तेरी इबादत की है, और सिर्फ उन्हें पानेकी चाहत की है। एक तुम्ही तो हो मेरे जीने की वजह , तभी इस मुरदेने फिर मोहब्बत की है। तुझे पा नहीं सका मुझे कोई गम नहीं, तेरी ख़ुशी के लिए तो खुशामद की है। तुम बगिया का फूल हो और में माली, तुझसे प्यार करने की जरूरत की है। आसमान से उतरते हुए परिंदे हो तुम, और इस दिलने एक ही शरारत की है। इस जहां से तेरी तारीफ तो क्या करू, जिस जहां ने तुम्हारी शिकायत की है। किशन पटेल "स्वप्न राह" सूरत।

#mahobbat  "मोहब्बत"

ऐ खुदा, आज भी तेरी इबादत की है,
और सिर्फ उन्हें पानेकी चाहत की है।

एक तुम्ही तो हो मेरे जीने की वजह ,
तभी इस मुरदेने फिर मोहब्बत की है।

तुझे पा नहीं सका मुझे कोई गम नहीं,
तेरी ख़ुशी के लिए तो खुशामद की है।

तुम बगिया का फूल हो और में माली,
तुझसे प्यार करने की जरूरत की है।

आसमान से उतरते हुए परिंदे हो तुम,
और इस दिलने एक ही शरारत की है।

इस जहां से तेरी तारीफ तो क्या करू,
जिस जहां ने तुम्हारी शिकायत की है।


किशन पटेल "स्वप्न राह"

सूरत।

#mahobbat

11 Love

શીર્ષક :-" પુરાવો..." સૂસવાટા કરતો વાયરો આજ કંઇક કહી રહ્યો ! પ્રેમમાં કરી બેઠો છો તું ભૂલ ઈશારો કરી રહ્યો ! લાગતો હતો કલરવ એ બધાં પંખીનો શોર મને , પ્રેમ નથી હૈયામાં તો કલરવ ઘોંઘાટ બની રહ્યો ! અગનપંખ બન્યું હ્રદયને નીર ત્યાંજ થંભી ગયા , વહેતાં ખળખળ નીર જોવા હું હવે ભટકી રહ્યો ! જોઈએ છે આજે પાગલને મારા પ્રેમનો પુરાવો , કોણ સમજાવે એને પ્રેમની કિતાબ લખી રહ્યો ! પ્યાસી છું હું પ્રેમનો , કાજલ આંજેલી આંખનો , એની આંખોનું પાણી હું આ હૈયામાં ભરી રહ્યો ! પ્રેમ કરે છે આ સ્વપ્ન રાહ વાંચી લે મારા જ હૈયે , જો આજ પ્રેમ આપણો મારા હૈયે કોતરી રહ્યો ! કિશન પટેલ "સ્વપ્ન રાહ". સુરત.

#પુરાવો #કવિતા  શીર્ષક :-" પુરાવો..."


સૂસવાટા કરતો વાયરો આજ કંઇક કહી રહ્યો !
પ્રેમમાં કરી બેઠો છો તું ભૂલ ઈશારો કરી રહ્યો !

લાગતો હતો કલરવ એ બધાં પંખીનો શોર મને ,
પ્રેમ નથી હૈયામાં તો કલરવ ઘોંઘાટ બની રહ્યો !

અગનપંખ બન્યું હ્રદયને નીર ત્યાંજ થંભી ગયા ,
વહેતાં ખળખળ નીર જોવા હું હવે ભટકી રહ્યો !

જોઈએ છે આજે પાગલને મારા પ્રેમનો પુરાવો ,
કોણ સમજાવે એને પ્રેમની કિતાબ લખી રહ્યો !

પ્યાસી છું હું પ્રેમનો , કાજલ આંજેલી આંખનો ,
એની આંખોનું પાણી હું આ હૈયામાં ભરી રહ્યો !

પ્રેમ કરે છે આ સ્વપ્ન રાહ વાંચી લે મારા જ હૈયે ,
જો આજ પ્રેમ આપણો મારા હૈયે કોતરી રહ્યો !


કિશન પટેલ "સ્વપ્ન રાહ".

સુરત.

ઘનઘોર વાદળોને સંગ હું વરસી રહ્યો છું , તારા પ્રેમ વિના, આજે હું તડપી રહ્યો છું ! તને યાદ છે ? એ પ્રેમની પહેલી મુલાકાત , એજ પ્રેમ માટે તો આજે હું રડી રહ્યો છું ! વ્હાલનો દરિયો બન્યું નાનકડું હ્રદય તારું , ને એ દરિયાને આંસુથી, હું ભરી રહ્યો છું ! કેદ છીએ પ્રેમનાં બંધનમાં હું ને તું આજે , નાત-જાત ને ધર્મનાં નામે હું લડી રહ્યો છું ! ચાલને જીવનની પેલે પાર જઈએ હું ને તું , તારી સંગ જીવવા ખાતર હું મરી રહ્યો છું ! લાગણીના બંધનમાં બંધાઈ ચૂક્યો છું હું , પ્રેમની એ લાગણી માટે હું તરસી રહ્યો છું ! કિશન પટેલ "સ્વપ્ન રાહ". સુરત.

 ઘનઘોર વાદળોને સંગ હું વરસી રહ્યો છું ,
તારા પ્રેમ વિના, આજે હું તડપી રહ્યો છું !

તને યાદ છે ? એ પ્રેમની પહેલી મુલાકાત ,
એજ પ્રેમ માટે તો આજે હું રડી રહ્યો છું !

વ્હાલનો દરિયો બન્યું નાનકડું હ્રદય તારું ,
ને એ દરિયાને આંસુથી, હું ભરી રહ્યો છું !

કેદ છીએ પ્રેમનાં બંધનમાં હું ને તું આજે ,
નાત-જાત ને ધર્મનાં નામે હું લડી રહ્યો છું !

ચાલને જીવનની પેલે પાર જઈએ હું ને તું ,
તારી સંગ જીવવા ખાતર હું મરી રહ્યો છું !

લાગણીના બંધનમાં બંધાઈ ચૂક્યો છું હું ,
પ્રેમની એ લાગણી માટે હું તરસી રહ્યો છું !



કિશન પટેલ "સ્વપ્ન રાહ".


સુરત.

# પ્રેમ બંધન

12 Love

જોઈએ છે... મને એક એવો માહિતગાર જોઈએ છે ! ઈ કુશળ તો છે? સમાચાર જોઈએ છે ! એમના પ્રેમના કાચા તાંતણે બંધાયેલો હું , ઈ ભૂલી જાય એવો વિચાર જોઈએ છે ! કરું ચિંતા ઉઠતાં બેસતા, જાગતાં સૂતા , ઈ કહે તને તો શકનો પ્રવાહ જોઈએ છે ! કર્યા કરતો હું કાર્ય એમના કહેવા મુજબ , પ્રેમ માટે એમને એક ગુલામ જોઈએ છે ! નારાજ થતો ક્યારેક એમની ભૂલ પર હું , ઈ પાગલ કહે, મને વિશ્વાસ જોઈએ છે ! રહેવા લાગ્યો હું દૂર ઘણો એમની વાતોથી , કેમ સમજાવું મને સ્વપ્ન રાહ જોઈએ છે ! કિશન પટેલ "સ્વપ્ન રાહ" સુરત.

#કવિતા  જોઈએ છે...

મને એક એવો માહિતગાર જોઈએ છે !
ઈ કુશળ તો છે? સમાચાર જોઈએ છે !

એમના પ્રેમના કાચા તાંતણે બંધાયેલો હું ,
ઈ ભૂલી જાય એવો વિચાર જોઈએ છે !

કરું ચિંતા ઉઠતાં બેસતા, જાગતાં સૂતા ,
ઈ કહે તને તો શકનો પ્રવાહ જોઈએ છે !

કર્યા કરતો હું કાર્ય એમના કહેવા મુજબ ,
પ્રેમ માટે એમને એક ગુલામ જોઈએ છે !

નારાજ થતો ક્યારેક એમની ભૂલ પર હું ,
ઈ પાગલ કહે, મને વિશ્વાસ જોઈએ છે !

રહેવા લાગ્યો હું દૂર ઘણો એમની વાતોથી ,
કેમ સમજાવું મને સ્વપ્ન રાહ જોઈએ છે !



કિશન પટેલ "સ્વપ્ન રાહ"

સુરત.

# જોઈએ છે...

11 Love

Trending Topic