Dr.Mukesh Thakor

Dr.Mukesh Thakor

The Medico PMJAY Yojna Incharge Saikrupa Hospital,Radhanpur

  • Latest
  • Popular
  • Repost
  • Video
#કવિતા #KasoorMera #gujarati  😶

. " બાળપણ " જોત - જોતામાં જોને ભેરુ જન્નત - વેળા વહી ગઈ, બાળપણાં ની મોજ - મસ્તી ,યાદ બની ને રહી ગઈ.... કોણ અમીર,કોણ ગરીબ કોઈના દિલ માં ના ભેદ જણાય, સાથે મળી સૌ ભેરુ અમે મહેફિલ - એ - રમત રમાય.. ફેશન માં ફાટી ફોગટ માં આ દુનિયા ફિક્કી થઈ ગઈ, જોત - જોતામાં જોને ભેરુ જન્નત - વેળા વહી ગઈ. એક રૂપિયો લઈને હાટે જાતા સૌ ભેરુ સંગાથ માં , ભાગ પાડીને ભેળા ખાતા એ સમય નથી આજે હાથ માં ... ડિઝીટલ બનવાની આડમાં એ અવસ્થા ખલ્લાસ થઈ ગઈ, જોત - જોતામાં જોને ભેરુ જન્નત - વેળા વહી ગઈ. કોઈ શબ્દ-એ-દાવ રમે ને રમતા કોઈ લંગડી, ચિસ્કારીઓથી ચેડાં કરતા રમતા જ્યારે કબ્બડ્ડી... આ બધીય રમતો આજે મોબાઇલ - ફોન માં કેદ થઈ ગઈ, જોત - જોતામાં જોને ભેરુ જન્નત - વેળા વહી ગઈ. સવાર હોય કે સાંજ,પછી હોય ભલે ને બપોર રાહ જોઈને બેસતા સૌની જાણે ચાંદ માટે ચકોર... આ જવાબદારીઓ પણ જોને થોડી વાતો મધુરી કહી ગઈ, સાથે જ રહીશું, સાથે જ રમશું એ આશ અધૂરી રહી ગઈ.... કહે કવિ "રાધેશ્વર" આજે આંખે ભરીને આંસુ, આપી દેને એકવાર 'પ્રભુ' બાળપણ મને પાસું કામયાબી ની કાંટાળી કેડી માસૂમિયત ને ખાઈ ગઈ, બાળપણાની મોજ - મસ્તી ,યાદ બની ને રહી ગઈ, જોત - જોતામાં જોને ભેરુ જન્નત વેળા વહી ગઈ... - લિ. : મુકેશ બી.ઠાકોર (રાધે) તારીખ. : ૦૭/૧૧/૨૦૨૧ વાર : રવિવાર સમય : ૧૦:૫૦ pm ©Mukesh Thakor

#કવિતા #girl  .     " બાળપણ "

જોત - જોતામાં જોને ભેરુ જન્નત - વેળા વહી ગઈ,
બાળપણાં ની મોજ - મસ્તી ,યાદ બની ને રહી ગઈ....

     કોણ અમીર,કોણ ગરીબ
     કોઈના દિલ માં ના ભેદ જણાય,
     સાથે મળી સૌ ભેરુ અમે 
     મહેફિલ - એ - રમત રમાય..
ફેશન માં ફાટી ફોગટ માં આ દુનિયા ફિક્કી થઈ ગઈ,
જોત - જોતામાં જોને ભેરુ જન્નત - વેળા વહી ગઈ.

     એક રૂપિયો લઈને હાટે જાતા
     સૌ ભેરુ સંગાથ માં ,
     ભાગ પાડીને ભેળા ખાતા
     એ સમય નથી આજે હાથ માં ...
ડિઝીટલ બનવાની આડમાં એ અવસ્થા ખલ્લાસ થઈ ગઈ,
જોત - જોતામાં જોને ભેરુ જન્નત - વેળા વહી ગઈ.

     કોઈ શબ્દ-એ-દાવ રમે ને
     રમતા કોઈ લંગડી,
     ચિસ્કારીઓથી ચેડાં કરતા 
     રમતા જ્યારે કબ્બડ્ડી...
આ બધીય રમતો આજે મોબાઇલ - ફોન માં કેદ થઈ ગઈ,
જોત - જોતામાં જોને ભેરુ જન્નત - વેળા વહી ગઈ.

     સવાર હોય કે સાંજ,પછી
     હોય ભલે ને બપોર
     રાહ જોઈને બેસતા સૌની
     જાણે ચાંદ માટે ચકોર...
આ જવાબદારીઓ પણ જોને થોડી વાતો મધુરી કહી ગઈ,
સાથે જ રહીશું, સાથે જ રમશું એ આશ અધૂરી રહી ગઈ....


     કહે કવિ "રાધેશ્વર" આજે
     આંખે ભરીને આંસુ,
     આપી દેને એકવાર 'પ્રભુ' 
     બાળપણ મને પાસું
કામયાબી ની કાંટાળી કેડી માસૂમિયત ને ખાઈ ગઈ,
બાળપણાની મોજ - મસ્તી ,યાદ બની ને રહી ગઈ,
જોત - જોતામાં જોને ભેરુ જન્નત વેળા વહી ગઈ...

       - લિ. : મુકેશ બી.ઠાકોર (રાધે)
  તારીખ.  :   ૦૭/૧૧/૨૦૨૧
વાર : રવિવાર
     સમય : ૧૦:૫૦ pm

©Mukesh Thakor

બાળપણ #girl

9 Love

#SeptemberCreator #poem

મને જોઈને શરમાય છે #SeptemberCreator

1,188 View

#SeptemberCreator

મારી છેલ્લી ઇચ્છા 🥰 #SeptemberCreator

2,775 View

કોરોના તારી કપરી માયા સૌ કોઈ ની બલી ચડાવિસ માં....(૨) કારણ મારું કૈડી ને તું મુજને આમ રડાવિસ માં....(૨) દાખલ કરી દવાખાને, મુજ ગરીબ ની મૂડી પડવિસ માં.... કેટલાક ભોગ લઈશ હવે તો અસહનીય છે તારી માયા ... લૂંટ્યા તેં કોઈકના માવડીજાયા, કોઈકની છત્તર - છાયા ... નથી મળતો હવે શ્વાસ મફતમાં, કંગાળ કરીને ચિડાવિસ માં..... જીવ જોઈએ તો ઝાટકે લઈ લે, આમ દુઃખ દઈને તડપાવિસ માં...... કાચી ઉંમર ની કાયા મારી, મજબૂર કરી છોડાવિસ માં..... તારાય પાપ નો ઘડો ભરાસે, આમ કુદરત ને કંપાવિસ માં..... કોરોના તારી કપરી માયા , હર કોઈની બલી ચડાવીસ માં....(૨) કારણ મારું કૈડી ને તું, મુજને આમ રડાવિસ માં......(૨) ©Mukesh Thakor

#COVIDVaccine  કોરોના તારી કપરી માયા 
            સૌ કોઈ ની બલી ચડાવિસ માં....(૨)
કારણ મારું કૈડી ને તું 
            મુજને આમ રડાવિસ માં....(૨)
 
દાખલ કરી દવાખાને, 
મુજ ગરીબ ની મૂડી પડવિસ માં....

કેટલાક ભોગ લઈશ 
            હવે તો અસહનીય છે તારી માયા ...
  
   લૂંટ્યા તેં કોઈકના માવડીજાયા,
               કોઈકની છત્તર - છાયા ...
નથી મળતો હવે શ્વાસ મફતમાં,
           કંગાળ કરીને ચિડાવિસ માં.....
જીવ જોઈએ તો ઝાટકે લઈ લે,
          આમ દુઃખ દઈને તડપાવિસ માં......
કાચી ઉંમર ની કાયા મારી,
          મજબૂર કરી છોડાવિસ માં.....
તારાય પાપ નો ઘડો ભરાસે,
           આમ કુદરત ને કંપાવિસ માં.....
કોરોના તારી કપરી માયા ,
        હર કોઈની બલી ચડાવીસ માં....(૨)
કારણ મારું કૈડી ને તું,
             મુજને આમ રડાવિસ માં......(૨)

©Mukesh Thakor
#Flute

poetry of corona in gujarati.... #Flute

1,994 View

Trending Topic