Devarshi Vyas Kshitij

Devarshi Vyas Kshitij

  • Latest
  • Popular
  • Video

ગઝલ:- વરસાદમાં.. આમ જ્યાં ફરતી ફરે વરસાદમાં, એ નશો ભળતો કરે વરસાદમાં... આંગણું છોડીને જ્યાં ચાલી ગઈ, બારણું ડૂસ્કાં ભરે વરસાદમાં... ધોધમારે ભિંજવે કે માવઠે, એ છબી જે તરવરે વરસાદમાં... અંધકારોમાં ભરેલું ઘર હતું, દિપ તિરાડે પાંગરે વરસાદમાં... હા, ક્ષિતિજ હરબાર હું ભિંજાવ છું, હરપળે જ્યાં સાંભરે વરસાદમાં...

#5words  ગઝલ:- વરસાદમાં..

આમ જ્યાં ફરતી ફરે વરસાદમાં,
એ નશો ભળતો કરે વરસાદમાં...

આંગણું છોડીને જ્યાં ચાલી ગઈ, 
બારણું ડૂસ્કાં ભરે વરસાદમાં...

ધોધમારે ભિંજવે કે માવઠે, 
એ છબી જે તરવરે વરસાદમાં...

અંધકારોમાં ભરેલું ઘર હતું, 
દિપ તિરાડે પાંગરે વરસાદમાં...

હા, ક્ષિતિજ હરબાર હું ભિંજાવ છું,
હરપળે જ્યાં સાંભરે વરસાદમાં...

#5words

8 Love

બેસી રહું... ક્યારેક યાદોમાં હવે ભટક્યા વગર બેસી રહું... ક્યારેક સપનામાં તને અડક્યા વગર બેસી રહું... અળગા થયા છો જ્યારથી વિશ્વાસ છે કે આવશો, એકીટશે પાંપણ પછી પલક્યા વગર બેસી રહું... ભૂલી ગયો છું શ્વાસ લેવાનો ઘણી વેળા એ હું, જોયા પછી તમને હ્રદય ધડક્યા વગર બેસી રહું... જે મોત નીપજ્યું હતું એ આપના ખંજર થકી, આ દોષને તારા ઉપર ખડક્યા વગર બેસી રહું... ઈંધણ નથી તોપણ વધે છે આગ અંદરની ક્ષિતિજ, દાબ્યા હજી છે આંસુઓ છલક્યા વગર બેસી રહું... ✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ" સુરેન્દ્રનગર, ગુજરાત ૭૮૭૮૩૬૦૦૨૫

 બેસી રહું...

ક્યારેક યાદોમાં હવે ભટક્યા વગર બેસી રહું...
ક્યારેક સપનામાં તને અડક્યા વગર બેસી રહું...

અળગા થયા છો જ્યારથી વિશ્વાસ છે કે આવશો,
એકીટશે પાંપણ પછી પલક્યા વગર બેસી રહું...

ભૂલી ગયો છું શ્વાસ લેવાનો ઘણી વેળા એ હું, 
જોયા પછી તમને હ્રદય ધડક્યા વગર બેસી રહું...

જે મોત નીપજ્યું હતું એ આપના ખંજર થકી, 
આ દોષને તારા ઉપર ખડક્યા વગર બેસી રહું...

ઈંધણ નથી તોપણ વધે છે આગ અંદરની ક્ષિતિજ,
 દાબ્યા હજી છે આંસુઓ છલક્યા વગર બેસી રહું...

✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
સુરેન્દ્રનગર, ગુજરાત
૭૮૭૮૩૬૦૦૨૫

બેસી રહું... ક્યારેક યાદોમાં હવે ભટક્યા વગર બેસી રહું... ક્યારેક સપનામાં તને અડક્યા વગર બેસી રહું... અળગા થયા છો જ્યારથી વિશ્વાસ છે કે આવશો, એકીટશે પાંપણ પછી પલક્યા વગર બેસી રહું... ભૂલી ગયો છું શ્વાસ લેવાનો ઘણી વેળા એ હું, જોયા પછી તમને હ્રદય ધડક્યા વગર બેસી રહું... જે મોત નીપજ્યું હતું એ આપના ખંજર થકી, આ દોષને તારા ઉપર ખડક્યા વગર બેસી રહું... ઈંધણ નથી તોપણ વધે છે આગ અંદરની ક્ષિતિજ, દાબ્યા હજી છે આંસુઓ છલક્યા વગર બેસી રહું... ✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ" સુરેન્દ્રનગર, ગુજરાત ૭૮૭૮૩૬૦૦૨૫

8 Love

ગઝલ:- નહિ શકો જે કહો સીધું કહો, વાતો ફરાવી નહિ શકો, હોઠથી નિકળ્યા જે શબ્દો, એ વળાવી નહિ શકો. બાળશે શું એ મને? જીવંત છે ખાલી બદન! રાખ થઇ છે ભીતરે,એને જલાવી નહિ શકો. એમ હંફાવી શકે છે, કેટલા તડકા મને, જાત પર આવી જશું તો કંઇ હરાવી નહિ શકો. છે નિખાલસ આ સબંધો આપણી વચ્ચે હજી, જો અહમ આવી જશે, હ્રદયે લગાવી નહિ શકો. બોલ ના કંઇ! મૌન ઉત્તર છે દલીલોનાં 'ક્ષિતિજ', ઉત્તરો વળશે તો શબ્દોથી ગજાવી નહિ શકો.

 ગઝલ:- નહિ શકો

જે કહો સીધું કહો, વાતો ફરાવી નહિ શકો,
હોઠથી નિકળ્યા જે શબ્દો, એ વળાવી નહિ શકો.

બાળશે શું એ મને? જીવંત છે ખાલી બદન! 
રાખ થઇ છે ભીતરે,એને જલાવી નહિ શકો.

એમ હંફાવી શકે છે, કેટલા તડકા મને, 
જાત પર આવી જશું તો કંઇ હરાવી નહિ શકો.

છે નિખાલસ આ સબંધો આપણી વચ્ચે હજી, 
જો અહમ આવી જશે, હ્રદયે લગાવી નહિ શકો. 

બોલ ના કંઇ! મૌન ઉત્તર છે દલીલોનાં 'ક્ષિતિજ',
ઉત્તરો વળશે તો શબ્દોથી ગજાવી નહિ શકો.

ગઝલ:- નહિ શકો જે કહો સીધું કહો, વાતો ફરાવી નહિ શકો, હોઠથી નિકળ્યા જે શબ્દો, એ વળાવી નહિ શકો. બાળશે શું એ મને? જીવંત છે ખાલી બદન! રાખ થઇ છે ભીતરે,એને જલાવી નહિ શકો. એમ હંફાવી શકે છે, કેટલા તડકા મને, જાત પર આવી જશું તો કંઇ હરાવી નહિ શકો. છે નિખાલસ આ સબંધો આપણી વચ્ચે હજી, જો અહમ આવી જશે, હ્રદયે લગાવી નહિ શકો. બોલ ના કંઇ! મૌન ઉત્તર છે દલીલોનાં 'ક્ષિતિજ', ઉત્તરો વળશે તો શબ્દોથી ગજાવી નહિ શકો.

8 Love

રંગો ઢોળાયા શરીર પર છતાં એ બેરંગ છે 'ક્ષિતિજ', લાગે છે હજી તારા નામનો રંગ એને ચડ્યો નથી...

 રંગો ઢોળાયા શરીર પર છતાં એ બેરંગ છે 'ક્ષિતિજ',
લાગે છે હજી તારા નામનો રંગ એને ચડ્યો નથી...

રંગો ઢોળાયા શરીર પર છતાં એ બેરંગ છે 'ક્ષિતિજ', લાગે છે હજી તારા નામનો રંગ એને ચડ્યો નથી...

10 Love

હજી કોઈ રંગ લાગ્યો નથી ગાલ પર 'ક્ષિતિજ', જ્યારથી તારી આંગળીનો સ્પર્શ અળગો થયો...

 હજી કોઈ રંગ લાગ્યો નથી ગાલ પર 'ક્ષિતિજ', 
જ્યારથી તારી આંગળીનો સ્પર્શ અળગો થયો...

હજી કોઈ રંગ લાગ્યો નથી ગાલ પર 'ક્ષિતિજ', જ્યારથી તારી આંગળીનો સ્પર્શ અળગો થયો...

8 Love

ગઝલ રચના:- હોમી દેજો... આ તારું મારું કરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... આ મનમાં ખોટું ધરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... કોણે કોણે શું શું કર્યું કોને જઇને ક્હેવા જાશો? લપમાં ઊંડા ઊતરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... કાંટા થઇને કેવા નડ્યા મારગ પાછો જોવા જાશો? સંબંધોને મૂલવવાનું, હોળીમાં જઇ હોમી દેજો.... કેવા સુંદર કેસૂડાં જો ને અત્તર થઇને ચોળાયા, આ ફાગણમાં ફોરમવાનું, હોળીમાં જઇ હોમી દેજો... તારી માટે ચારેકોરે આ બીછાવી શતરંજ ક્ષિતિજ, આ ખોટી ચાલો રમવાનું, હોળીમાં જઇ હોમી દેજો... ✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ" સુરેન્દ્રનગર, ગુજરાત ૭૮૭૮૩૬૦૦૨૫

 ગઝલ રચના:- હોમી દેજો... 

આ તારું મારું કરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... 
આ મનમાં ખોટું ધરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... 

કોણે કોણે શું શું કર્યું કોને જઇને ક્હેવા જાશો?
લપમાં ઊંડા ઊતરવાનું,  હોળીમાં જઈ હોમી દેજો... 

કાંટા થઇને કેવા નડ્યા મારગ પાછો જોવા જાશો?
સંબંધોને મૂલવવાનું,  હોળીમાં જઇ હોમી દેજો....

કેવા સુંદર કેસૂડાં જો ને અત્તર થઇને ચોળાયા, 
આ ફાગણમાં ફોરમવાનું, હોળીમાં જઇ હોમી દેજો...

તારી માટે ચારેકોરે આ બીછાવી શતરંજ ક્ષિતિજ, 
આ ખોટી ચાલો રમવાનું,  હોળીમાં જઇ હોમી દેજો...

✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
સુરેન્દ્રનગર, ગુજરાત 
૭૮૭૮૩૬૦૦૨૫

ગઝલ રચના:- હોમી દેજો... આ તારું મારું કરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... આ મનમાં ખોટું ધરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... કોણે કોણે શું શું કર્યું કોને જઇને ક્હેવા જાશો? લપમાં ઊંડા ઊતરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... કાંટા થઇને કેવા નડ્યા મારગ પાછો જોવા જાશો? સંબંધોને મૂલવવાનું, હોળીમાં જઇ હોમી દેજો.... કેવા સુંદર કેસૂડાં જો ને અત્તર થઇને ચોળાયા, આ ફાગણમાં ફોરમવાનું, હોળીમાં જઇ હોમી દેજો... તારી માટે ચારેકોરે આ બીછાવી શતરંજ ક્ષિતિજ, આ ખોટી ચાલો રમવાનું, હોળીમાં જઇ હોમી દેજો... ✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ" સુરેન્દ્રનગર, ગુજરાત ૭૮૭૮૩૬૦૦૨૫

13 Love

Trending Topic