'મધુ'

'મધુ'

મન મૂંઝાય ભીતર કાયા કળવળે સદા, માનવ સમજે નહિ તોયે જીવતરને

  • Latest
  • Popular
  • Repost
  • Video

White હાલરડું મારા કુંવર પોઢો પારણીયે, પારણીયે મારા પારણીયે, મારા કુંવર પોઢો પારણીયે. સોના રૂપાની દોરી રે બાંધી, મારા હેતનો ના કોઈ પાર રે, મારા કુંવર..... મારી આંખ નો પલકારો રે, મારા જીવન નો આધાર રે, મારા હર્દય ના ધબકારા રે, મારા હોઠો ની ભાષા રે, મારા કુંવર..... આભે ઊગેલ છે ચાંદલિયો, નીચે લાવું તારલા રે, રમજો તારલા સંગે રે, મારા કુંવર..... મારા અંતરના ઓરડે સમાયા રે, મારા કૉખે જન્મ્યા કુંવર રે, તમે પોઢો મારા ખોળે રે, મારા કુંવર..... ©'મધુ'

#Quotes #madhu  White હાલરડું

મારા કુંવર પોઢો પારણીયે,
પારણીયે મારા પારણીયે,
મારા કુંવર પોઢો પારણીયે.
 
સોના રૂપાની દોરી રે બાંધી,
મારા હેતનો ના  કોઈ પાર રે,
મારા કુંવર.....

મારી આંખ નો  પલકારો રે,
મારા જીવન નો આધાર રે,
મારા હર્દય ના ધબકારા રે,
મારા હોઠો ની ભાષા રે,
મારા કુંવર.....

આભે ઊગેલ છે ચાંદલિયો,
નીચે લાવું  તારલા  રે,
રમજો તારલા સંગે રે,
મારા કુંવર.....

મારા અંતરના ઓરડે સમાયા રે,
મારા  કૉખે જન્મ્યા કુંવર રે,
તમે  પોઢો મારા  ખોળે રે,
મારા કુંવર.....

©'મધુ'

#madhu

12 Love

White જીવન સત્ય માણસ ની માણસાઈ ની પરખ ખરા જરૂરત ના સમયે જ થાય છે. ©'મધુ'

#madhu  White જીવન સત્ય

માણસ ની માણસાઈ ની પરખ 
ખરા જરૂરત ના સમયે જ થાય છે.

©'મધુ'

#madhu

0 Love

#madhu  માતૃત્વ

મારાં ભીતર રહેલાં વહાલને વરસાવવા 
મારા મન ને વધુ સંવેદનશીલ કરવા 
આપણે આપણો એક અંશ ઝંખતા હતા.

ઊગ્યો સૂરજને આવ્યો અજવાશ નો દિન,
ફૂટ્યું બીજ ને પાંગર્યો બાળ મારી કોખે.

શરૂના દિનો લાગ્યા બહુ કઠિન ને તન ગયું સુકાઈ, 
આવ્યો એક  મીઠો સ્વર ધીરેથી,
 બોલ્યું બાળ હું છુ મા તારા કોખે.

મા બની ભાવુક ને  વેઠ્યા બધા  કષ્ટ,
વિકસવા દીધો બાળ
 જે બન્યો સંસારના બાગ નો મહેકતો છોડ.

ધીમે ધીમે સમય સાથે  વિકસતો રહયો ગર્ભ ને 
  મા ની  આતુરતા  વધતી રહી.

સિંચ્યા ગર્ભ જ્ઞાન,ને ગીતા પાઠ,
બન્યો પરિપક્વ ગર્ભ સમજણ ને  પાર, 
આપ્યા સદવિચારો અપરંપાર.

©'મધુ'

#madhu

126 View

મન મૂંઝાય ભીતર કાયા કળવળે સદા, માનવ સમજે નહિ તોયે જીવતરને. ©'મધુ'

#Quotes #madhu  મન મૂંઝાય ભીતર કાયા કળવળે સદા,
માનવ સમજે નહિ તોયે જીવતરને.

©'મધુ'

#madhu

18 Love

Jai shree ram રામ રામ એટલે સત્ય નો વિજય, રામ એટલે ધર્મ નો વિજય, રામ એટલે કોમલભાવનું ઝરણું, રામ એટલે માનવતા ના પિતા, રામ એટલે સત્ય, રામ એટલે નિઃસ્વાર્થ ભાવે વહેતી લાગણી, રામ એટલે ડૂબેલાનો કિનારો, રામ એટલે મુક્તિનો મારગ. ©'મધુ'

#Ayodhya #madhu  Jai shree ram રામ


રામ એટલે સત્ય નો વિજય,
રામ એટલે ધર્મ નો વિજય,
રામ એટલે કોમલભાવનું ઝરણું,
રામ એટલે માનવતા ના પિતા,
રામ એટલે સત્ય,
રામ એટલે નિઃસ્વાર્થ ભાવે વહેતી લાગણી,
રામ એટલે ડૂબેલાનો  કિનારો,
રામ એટલે મુક્તિનો મારગ.

©'મધુ'

#madhu

12 Love

એમ કોઈને કંઈ પૂછાય નહિ, એમ કોઈને કંઈ કહેવાય નહિ છે આતો સ્વાર્થી માણસો એમ એમનો વિશ્વાસ કરાય નહિ. એમ જ થઈ જતી હતી વાતો પહેલા, હવે તો પરવાના વગર કંઈ બોલાય નહિ. છે આતો સ્વાર્થી માણસો, એમ એમનો વિશ્વાસ કરાય નહિ. એમ તો ઘણી ઘસી છે, પોતાની જાત ને એમના માટે, પણ હવે કોણ બતાવે અમાસ ને પૂનમનો ઉજાસ, છે આતો સ્વાર્થી માણસો, એમ એમનો વિશ્વાસ કરાય નહિ. ©'મધુ'

#Quotes #madhu  એમ કોઈને કંઈ પૂછાય નહિ,
એમ કોઈને કંઈ કહેવાય નહિ
છે આતો સ્વાર્થી માણસો 
એમ એમનો વિશ્વાસ કરાય નહિ. 

એમ જ થઈ જતી હતી વાતો પહેલા,
હવે તો પરવાના વગર કંઈ બોલાય નહિ.
છે આતો સ્વાર્થી માણસો,
એમ એમનો વિશ્વાસ કરાય નહિ.

એમ તો ઘણી ઘસી છે,
 પોતાની જાત ને એમના માટે,
પણ હવે કોણ બતાવે અમાસ ને પૂનમનો ઉજાસ, 
છે આતો સ્વાર્થી માણસો,
એમ એમનો વિશ્વાસ કરાય નહિ.

©'મધુ'

#madhu

16 Love

Trending Topic